મનોરંજન અને જોવાલાયક સ્થળ: (Entertainment & Sightseeing)

તારંગા જૈન તીર્થ અરાવલી પર્વતોની ગિરિમાળાવચ્ચે શોભતું ખુબજ અર્વાચીન તીર્થ છે. જેની આજુબાજુના પ્રદેશોમાં ઐતિહાસિક અને પૌરાણિક ઇમારતો તળાવ,સરોવર, મંદિરો, વોટરપાર્ક ,વાઇલ્ડલાઇફ જોવા માટે દૂર દૂર થી સહેલાણીઓ આવેછે, શ્રી તારંગા તીર્થ ખુબજ રિમોટ વિસ્તારમાં આવેલું હોવા છતાં જીવન જરૂરી ચીજવસ્તુ, વાહનવ્યહાર, લાઈટ ,પાણી સહજ રીતે મળી રહેછે, અહીંની પ્રજા મુખત્વે વેપાર, નોકરી, અને ખેતી ઉપર સંપૂર્ણ નિર્ભર છે. અહીં મુખ્યત્વે ગુજરાતી અને હિન્દીભાષા બોલાય છે.

કુમ્ભારીયાજી

શેઠ શ્રી આણંદજી કલ્યાણજી ની પેઢી દ્વારા સંચાલિત ખુબજ પ્રાચીન મુખત્વે 5 જીનાલયો આવેલા છે.રહેવા જમવાની ખુબજ ઉત્તમ સગવડ છે, વિશાલ પરિસરમાં ભગવાનશ્રી નેમિનાથનું મુખ્ય જીનાલય છે. શક્તિપીઠ અંબાજી થી ફક્ત 4 કિલોમીટર પહેલા આ તીર્થ આવેલું છે.

અંબાજી

તારંગાજી થી 45 કિલોમીટર દૂર આવેલું જગત જનની માતા અંબાજી માતાનું મંદિર આવેલુંછે, ભારતભરના અને દેશવિદેશથી લોકો પોતાની શ્રદ્ધા,સમર્પણ,આસ્થા,અને માન્યતા પુરી કરવા દર્શનાર્થે બહુ મોટી સંખ્યા માં આવેછે, દર વર્ષની ભાદરવા સુદ પૂનમ ના ખાસ દર્શન માટે લોકો પગપાળા ભારતભર માંથી લગભગ 25 થી 30 લાખ લોકો આવેછે, મંદિરનું પરિસર ખુબજ મોટું અને વિશાલછે. ભક્તજનોએ મંદિરના તમામ શિખરો સોનાના પતરાઓ થી મઢી દીધાંછે, અહીં યાત્રિકોને રહેવા અને ઉતરવામાટે લગભગ 100 થી વધારે ધર્મશાળાઓ અવેલીછે, અહીં આદેશ્વર પ્રભુનું સુંદર જીનાલય તેમજ ભોજનશાળા અને ધર્મશાળા ની સુંદર વ્યવસ્થાછે, માઉન્ટઆબુ  અહીંથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલું છે.

મહેસાણા

ભારતભરના તમામ રેલમાર્ગો આ જંક્શન સાથે જોડાયેલાંછે, ગુજરાતના તમામ શહેરો સાથે વાહનવ્યવહાર માર્ગ સાથે આ શહેર જોડાયેલું છે. એશિયા ભરમાં ખ્યાતિ પામેલી દૂધ ઉત્પાદન કરતી દૂધસાગર ડેરી આ શહેરનું નજરાણું છે. જિલ્લાનું મુખ્ય મથક હોવાને કારણે સરકારી અને અર્ધસરકારી કચેરીઓ અહીં આવેલી છે. શ્રી સીમંધર સ્વામી ભગવાનની સૌથી વધારે ઊંચાઈ ધરાવતી પ્રતિમા સાથે જીનાલય ,ભોજનશાળા,ધર્મશાળા તેમજ નાના મોટા ઘણા જીનાલયો  આ શહેર ને શોભાયમાન કરેછે, જગવિખ્યાત શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા અહીં આવેલીછે, જેમાં જૈનધર્મનો તત્ત્વપુર્ણ સંપૂર્ણ અભ્યાસ કરનારને પંડિત ની પદવી આપવામાં આવેછે,અમદાવાદ શહેરથી 75કિલોમીટર રેલ અને રસ્તા થી આ શહેર જોડાયેલુંછે. જગવિખ્યાત શંકુ વોટર પાર્ક અહીં આવેલો છે , હિન્દી ફિલ્મોના ઘણા શૂટિંગ અહીં થાય છે અહીં રહેવાની જમવાની પણ સગવડ છે.

વિસનગર

તારંગાથી લગભગ 50 કિલોમીટર દૂર આ શહેર આવેલુંછે, અહીં તાંબા-પિત્તળના વાસણો નો મુખ્ય વ્યવસાય હોવાને કારણે આ શહેરને કોપરસિટી ના નામથી પણ ઓળખવામાં આવેછે, આ શહેર ની વસ્તી લગભગ દોઢ લાખથી પણ વધારે છે. આ શહેરમાં જૈનોના 200થી વધારે પરિવાર કાયમી વસવાટ કરેછે, નવ શિખરબદ્ધ દેરાસર આવેલા છે. અહીં દેરાસર, ઉપાશ્રય,સાધ્વીજી ઉપાશ્રય,આયંબીલખાતું ,ભોજનશાળા,અતિથિગૃહ અને જૈનવાડી પણઆવેલાછે. અહીં આવેલું ખેતીવાડી ઉત્પ્ન્ન બજાર સમગ્ર એશિયામાં બીજા નંબર નું સ્થાન ધરાવેછે, વિસનગર શહેર તાલુકો હોવાને કારણે આસપાસ ના 65 થી 70 ગામડાઓની વસ્તી રોજબરોજ ની ખરીદી માટે આ શહેરની મુલાકાત લેછે વાહન ના ખરીદ વેચાણ માટેનું આ શહેર ઉત્તર ગુજરાતનું હબ મનાયછે, આ શહેર ઉચ્ચ શિક્ષણ માટે, વેપાર ધંધા માટે ખુબજ સારું શહેરછે.

વાલમ

વિસનગર થી 8 અને તારંગા થી 55 કિલોમીટર દૂર આ અતિપ્રાચીન પ્રતિમા ધરાવતું તીર્થછે, સંપ્રતિ મહારાજા ના કાળ માં નિર્મિત થયેલી ભગવાન નેમિનાથ પ્રભુની ભવ્ય શ્યામવર્ણી પ્રતિમા છે. ધર્મશાળા અને ભોજનશાળા ની સરસ સુવિધા છે, નાનું ગામ હોવા છતાં ઘણા મંદિરો આવેલા છે, અહીંની વાવ જોવાલાયક છે, વાલમ ગામથી 4 કિલોમીટર દૂર તિરૂપતિ નેચરલ  પાર્ક આવેલોછે, ગામના લોકો સુખી અને સમૃદ્ધ છે, નિરાધાર અને નિસહાય બાળકો માટે અહીં નજીકમાંજ વાલમ આશ્રમ આવેલો છે, અહીં ગૃહઉપયોગી ચી વસ્તુઓ બનાવીને વેચાણ કરવામાં આવેછે.

વડનગર

અહીંથી ફક્ત ૨૫ કિલોમીટર દૂર આવેલું ગામ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું મૂળ વતન છે. કીર્તિ તોરણ, શર્મિષ્ઠા સરોવર, તાનારીરી મંદિર, તદુપરાંત બે સુંદર જિનાલયો આ નગરમાં આવેલા છે. નરસિંહ મેહતા મેહતા ના જીવનના કેટલાક પ્રેરક પ્રસન્ગો સાથે આ નગર સંકળાયેલું છે. જૈન ધર્મ માં વિશિષ્ટ અને આગવું સ્થાન ધરાવતા શ્રી કલ્પસૂત્ર નામના ગ્રંથનું શ્રી સંઘ સમક્ષ સૌ પ્રથમવાર વાંચન વાંચન આજથી લગભગ ૯૦૦ વર્ષ પહેલા આ નગરમાં થયું હતું, શાશ્વત તીર્થ શ્રી પાલીતાણા ની તળેટી આ નગર થી શરૂ થતી હતી એવા ઉલ્લેખો મળી રહે છે.

પાટણ

એક સમયે ગુજરાતનું પાટનગર હતું,જીવદયા પ્રતિપાલક મહારાજા કુમારપાળ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય અને રાજા સિદ્ધરાજ જયસિંગ તેમજ વનરાજ ચાવડાની યશ ગાથા તેમજ પ્રેરક પ્રસંગોથી આ નગર જોડાયેલું છે. અહીં સહસ્ત્રલિંગ તળાવ,રાણી કી વાવ ખાન સરોવર તેમજ જગ મશહૂર પાટણ ના પટોળા આ શહેરની આગવી ઓળખાણ છે. આ નગરમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી તેમજ લગભગ 130 થી વધારે જૈન દેરાસર આવેલા છે. પંચાસારા પાર્શ્વનાથ પ્રભુનું મુખ્યજીનાલય અહીં આવેલુંછે, ભોજનશાળા અને ધર્મશાળા ની ખુબજ સુંદર સગવડછે, ગુજરાત ના તમામ મોટા શહેરો રોડ રસ્તે આ શહેર સાથે જોડાયેલા છે. અહીંથી ફક્ત પંદર કિલોમીટર દૂર ખુબજ પ્રાચીન ચારૂપ અને મેત્રાણા નામના તીર્થ આવેલાછે, શ્રી શંખેશ્વર તીર્થ 60 કિલોમીટર દૂર આવેલું છે.

સિઘ્ધપુર

સુલતાન પાર્શ્વનાથ પ્રભુનું સુંદર જિનાલાય અને ઐતિહાસિક ઇમારતોથી આ શહેર જગ પ્રસિદ્ધછે.બિંદુ સરોવર અને રુદ્રમહાલ આ શહેરની ઓળખ છે,અહીં આવેલી એક હવેલી ના 325 થી બારી બારણાં છે, જૈનેતરો તેમના સગા વ્હાલાઓના અગ્નિ સંસ્કાર આ બિંદુ સરોવરના કાંઠે કરવા દૂર દૂર થી આવેછે, એવું કહેવાયછે કે સદગત આત્માને મોક્ષ જલ્દી મળે છે. આવી એક લોકવાયકા છે.

પાલનપુર

શ્રી તારંગા તીર્થ થી લગભગ 57 કિલોમીટર દૂર આ શહેર આવેલુંછે, બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક હોવાને કારણે અને રાજસ્થાન બોર્ડર ની ખુબજ નજીક હોવાને કારણે રેલ રસ્તા અને વાહનવ્યવહાર થી તમામ શહેરો સાથે જોડાયેલું છે. શ્રી પલ્લવીયા પાર્શ્વનાથ પ્રભુનું સુંદર જીનાલય આવેલુંછે,ભોજનશાળા અને ધર્મશાળા ની ખુબજ ઉત્તમ વ્યવસ્થાછે, દૂધ ઉત્પાદન કરતી બનાસ ડેરી અહીં આવેલીછે, અહીંના સ્થાનિક જૈન લોકોએ હીરા ના વેપાર ધંધામાં જગતભરમાં ખુબજ નામના મેળવીછે, કહેવાય છે કે વિશ્વ ના કોઈ પણ દેશમાં જાઓ પાલનપુર ના જૈન નો એક માણસ કે પરિવાર આપને મળશેજ, અહીંથી ફક્ત 3 કિલોમીટર દૂર હમણાંજ નવું બનેલું જગાણા તીર્થ આવેલુંછે, ધર્મશાળા અને ભોજનશાળા ની ખુબજ સુંદર અને સુચારુ વ્યવસ્થા છે.