નીતિ અને નિયમો: (Rules & Regulations)

૧. ભોજનશાળા સવારે સૂર્યોદય પછી ખુલે છે અને ચૌવીહાર સમયે બંધ થાય છે.

૨. ભોજનશાળામાં સંપૂર્ણ જીવદયા અને જયણા પાળવામાં આવે છે.

૩. પાંચ તિથિ, બે શાશ્વતીઓળી, પર્યુષણપર્વ તેમજ પર્વના દિવસોમાં લીલોતરી ની જયણા રાખવામાં આવે છે.

૪. અભક્ષ, અનંતકાય, અને દ્વિદળ થાય તેવી વસ્તુ બનાવાતી નથી.

૫. સ્ટાફ માટે બક્ષિસ પેટી અથવા વ્યક્તિગત બક્ષિસ લેવા આપવા માટે મનાઈ છે.

૬. દરેક પ્રકાર ના અનાજ દળવા માટે ભોજનશાળા માં જ ચક્કી ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

૭. નાસ્તા અને જમણ બાદ થાળી યાત્રાળુઓએ ઉપાડવાની નથી, સ્ટાફ દ્વારા ઉપડાવાય છે.

૮. ભાતીની ભેટ, ભોજનશાળાની ભેટ, કાયમી તિથિ, ઉકાળેલા પાણીની તિથિ, તેમજ ફોટો સહીત ની અનેક વિધ યોજનાઓ છે.

૯. આ ભોજનશાળા ફક્ત ભાદરવા સુદ ૪ ના રોજ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવે છે.

૧૦. સાધર્મિક તિથિઓ અને તારીખો ના દિવસોમાં જૈન યાત્રાળુઓની ફ્રી પાસ દ્વારા ભક્તિ કરવામાં આવે છે. આજ દિન સુધી લગભગ ૧૬ દિવસ ફ્રી પાસ આપવામાં આવે છે. તેમજ લાભલેનાર પરિવાર ને ૩૦ દિવસ પહેલા આગોતરું આમન્ત્રણ પણ મોકલવામાં આવે છે.

૧૧. તપસ્વીઓ અને આયંબીલ નું તપ કરતા તપસ્વીઓની અલગ વ્યસ્થા કરી આપવામાં આવે છે.

૧૨. દીક્ષાર્થીઓ, મહાત્માઓ સાથે વિહારમાં રહેતા માણસો અને આયંબીલ ના તપસ્વીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

૧૩. ભોજનશાળામાં કાયમી ભાતી આપવામાં આવે છે. ઉકાળેલા પાણીની કાયમી વ્યવસ્થા રાખવામાં આવે છે.

૧૪. આપની ફરિયાદ અને સૂચન માટે ફરિયાદ બુક રાખવામાં આવે છે.

૧૫. આ ભોજનશાળામાં ૧ મેનેજર, ૪ રસોઈયા, ૬ પીરસણિયા, ૪ રોટલી પુરી વણનાર, ૪ વાસણ સાફ કરનાર અને ૧ વોચમેન સહીત નો કુલ ૨૦ માણસો નો સ્ટાફ કામ કરેછે.