ભોજનશાળા (Bhojanshala)

૧) સવાર ના નાસ્તા નો સમય નૌકારશી સમય થી ૯.૩૦ સુધી રાખવામાં આવ્યો છે.

સવાર ની નૌકારશી માં ચા,દૂધ,કોફી,ખાખરા,પૌઆ અથવા ઉપમા, મગ અથવા મગ ની દાળ,ગાઠીયા અથવા સેવ મેથી નો મસાલો

જેવી વ્યવસ્થા આપવામાં આવેછે, ઈડલી સંભાર,રાબડી, વિગેરે શિયાળા માં પીરસવામાં આવેછે, સવારના નાસ્તાનો ચાર્જ ૫૦/-

(પચ્ચાસ રૂપિયા)રાખવામાં આવેલ છે.

૨) બપોરના ભોજનમાં નીચે મુજબ ની વ્યવસ્થા આપવામાં આવે છે.

૧. સાકર વરિયાળી નું પાણી અથવા જલજીરા 

૨. તુવેર અથવા અડદ ની દાળ 

૩. રોટલી અથવા પુરી 

૪. કોઈ પણ એક શાક 

૫. કોઈપણ એક  કઠોળ 

૬. ભાત અથવા પુલાવ 

૭. કોઈપણ એક ફરસાણ 

૮. કોઈપણ એક મિઠ્ઠાઇ 

૯. પાપડ અથવા ફ્રાયમ્સ 

૧૦. ગોળ,છાસ અને મુખવાસ 

આપ્રમાણે ની વ્યવસ્થા નો ચાર્જ ૭૦/- (સીતેર રૂપિયા) રાખવામાં આવ્યો છે.

૩) સાંજના પાંચ વાગ્યા થી ચૌવિહાર સમય સુધી ભોજન પીરસવામાં આવેછે

૧.  બિસ્કિટ ભાખરી, ખીચડી,કઢી,શાક પાપડ                  

અથવા 

૨.  છોલે,પુરી,શાક, પુલાવ,કઢી ,પાપડ                        

અથવા 

૩.  ટામેટા સૂપ , ઈડલી, સંભાર, વઘારેલા ભાત

૫૦ થી વધારે યાત્રિકો હોય તો તેમની ઈચ્છા પ્રમાણે રસોઈ બનાવી 

આપવામાં આવે છે. સાંજ ના ભોજન નો ચાર્જ ૫૦/- (પચ્ચાસ રૂપિયા ) રાખવામાં આવ્યો છે.

) ભાતાખાતુ :-

સવારે  ૧૦ થી ૧૧.૩૦ સુધી અને બપોરે 2વાગ્યા થી ૪.૩૦ સુધી વિના મુલ્યે ભાતી આપવામાં આવે છે.

મગદળ અથવા મોહનથાળ અથવા બુંદી અથવા મૈસુર સાથે તીખીસેવ, ગાંઠિયા અથવા ફૂલવાડી આપવામાં આવેછે વાર્ષિક લગભગ.

૪૦ થી ૫૦ હજાર યાત્રિકો ને ભાતાખાતા નો લાભ મળે છે.

૨) કેન્ટીન :-

અહીંની ભોજનશાળાના પરિસરમાં ભાતખાતાની પાસેજ કેન્ટીન ની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં ચા, દૂધ, કોફી, છાસ, લસ્સી બિસ્કિટ, સૂકા નાસ્તા, અને ગરમ નાસ્તો યાંત્રિક ની જરૂર મુજબ બનાવી આપવામાં આવેછે, કેન્ટીન માં મળતી તમામ વસ્તુઓ ની કિંમત ભોજનશાળાના વહીવટદાર પ્રતિનિધિઓ તરફથી નક્કી કરી આપવામાં આવેછે, તિથિ, ઓળીઓ, પર્યુષણ અને પર્વના દિવસો માં લીલોતરી ની સંપૂર્ણ જયણા રાખવામાં આવે છે. 

કેન્ટીન નો સમય 

સવારે: નવકારશી સમય થી ૧૧.૩૦ સુધી
બપોરે : ૨.૩૦ થી ચૌવિહાર સમય સુધી

 ૩) વેચાણ કેન્દ્ર :-

અહીંની ભોજનશાળા માં સંપૂર્ણ જયણા પૂર્વક બનાવેલી મીઠાઈઓ, ફરસાણ,ખાખરા, પાપડ, સૂંઠ, ગંઠોડા, તેમજ ગૃહ પયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, અહીંના સ્થાનિક લોકોને થોડો રોજગાર મળી રહે અને યાત્રિકોને શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ચીજ વસ્તુ મળી રહે એવા સારા ઉદેશ્ય ને ધ્યાનમાં રાખીને ખુબજ નજીવો નફો રાખીને વેચાણ કરવામાં આવે છે.